ટીબી વિશે.
સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ
ક્ષય રોગ એ શું છે.
ક્ષયરોગ એ માઇક્રોબેક્ટેરીયમ પ્રકારના બેક્ટેરીયાને કારણે થતો અતિ ચેપી રોગ છે. ક્ષયરોગના સૂક્ષ્મ જીવાણું (ટ્યુબરક્યુલબેસિલાઈ) મુખ્યત્વે ફેફસાને અસર કરે છે. જેને કારણે ફેફસાનો ક્ષયરોગ થાય છે.
ટીબી નો ચેપ કઈ રીતે લાગે છે.
ટીબી નો દર્દી જ્યારે ઉધરસ ખાય છે ત્યારે ક્ષયના જંતુઓ હવા દ્વારા રોગ નો ફેલાવો કરે છે.
ક્ષય ( ટીબી) ના જીવાણુંઓ સામાન્ય રીતે ફેફસાને અસર કરે છે પરંતુ ઘણી વાર તે શરીરના અન્ય ભાગો જેમકે ગ્રંથીઓ, કરોડરજ્જુ, કિડની, આંતરડા, હાડકા અને સાંધાને પણ અસર કરે છે.
- દુનિયાના ચોથા ભાગના ટીબી ના દર્દીઓ ભારતમાં છે.
- ૨૦ લાખ લોકોને ટીબી નો રોગ થાય છે અને ૩ લાખ દર્દીઓ દર વર્ષે મૃત્યુ પામે છે.
- ભારતમાં અન્ય ચેપી રોગોના કરતાં ટીબી ને કારણે વધુ પુખ્ત વયના લોકોનું મૃત્યુ થાય છે.
- દેશમાં ૩ લાખ બાળકોને તેના માતા-પિતાની બીમારીને કારણે ભણતર છોડી દેવું પડે છે.
- ૧ લાખ સ્ત્રીઓને તેમના કુટુંબ દ્વારા આ બીમારીને કારણે ત્યજી દેવામાં આવે છે.
- ટીબીને કારણે દેશના સામાજીક તથા આર્થીક વિકાસને અસર થાય છે.
India National Strategic Plan (NSP) for TB 2017 - 2025
NSP ની ટીબી નાબૂદીની વ્યૂહરચનાઓ
• સક્રિય કેસ શોધણી
•ટીબી અને સહ-રોગિષ્ઠતા
•બહુક્ષેત્રીય પ્રતિસાદ
•ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી
•ડિજિટલ સાધનો
•લોકસમુદાયની ભાગીદારી
•ઉતમ દવાઓ અને નિદાન
•ખાનગી ક્ષેત્રની ભાગીદારી
ક્ષય રોગ હોવાનું અનુમાન ક્યારે કરશો ?
- બે અઠવાડીયા કે વધુ સમયથી ગળાફા સાથે ખાંસી હોવી.
- છાતી નો દુખાવો.
- ઘણી વખત ગળાફામાં લોહી આવવું.
- સાંજના સમયે શરીરનું તાપમાન વધવું.
- સાંજના સમયે પરસેવો થવો.
- વજન ઘટવું.
- ભૂખ ન લાગવી.
બાળકોમાં ક્ષય રોગ હોવાનું અનુમાન ક્યારે કરશો ?
- બે અઠવાડીયા કે વધુ સમયથી ખાંસી અથવા તાવ
- વજન ઘટવું અથવા વજનમાં વધારો ન થવો.
- ભૂખ ન લાગવી.
- ગળાના ભાગે નાની નાની ગાંઠો થવી.
- સતત માથાનો દુખાવો થવો.
ટીબી કોને થઈ શકે છે ?
- વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ, યુવાન હોય કે વૃધ્ધ, ધનવાન હોય કે ગરીબ, શિક્ષિત હોય કે અશિક્ષિત.
- ગીચ, પૂરતા હવા - ઉજાસ વિનાની જગ્યાએ રહેતા લોકોને ફેફસાનો ટીબી થવાનું જોખમ વધુ રહે છે.
- ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા, ખાસ કરીને એચઆઈવી ગ્રસ્ત, ડાયાબીટીસ ધરાવતા અને કિડની ખરાબ થઈ ગઈ હોય એવા લોકોને ટીબી થવાની સંભાવના વધુ રહે છે.
- મધપાન કરતા, ઇન્જેક્સનથી ડ્રગ્સ લેતા અથવા કેન્સર ઉપાય તરીકે કિમો થેરાપી લેતા લોકોને પણ ટીબી થવાનું જોખમ રહે છે.
- ઓછું જોખમ ધરાવતા નવજાત શિશુ, નાના બાળકો અને વૃધ્ધોને પણ ટીબી થવાનું જોખમ વધુ રહે છે.
ટીબી રોગનું વર્ગીકરણ
ફેફસાનો ટીબી
- ગળફામાં ટીબીના જંતુ ધરાવતો ટીબી
- ગળફામાં ટીબીના જંતુ ન ધરાવતો ટીબી
ફેફસા સિવાયનો ટીબી
- લસિકાગ્રંથી
- હાડકાં, સાંધા
- આંતરડા
- ચેતાતંત્ર
- મૂત્ર જનન માર્ગનો ટીબી વિગેરે
નિદાન
ગળફાના બે નમૂના (વહેલી સવારનો - તુરંતનો) લઈને માઇક્રોસ્કોપી દ્વારા તેની તપાસ કરાવી જોઈએ. ફેફસાના ક્ષયનું નિદાન કરવા માટે ગાળફાની માઇક્રોસ્કોપી તપાસ મુખ્ય ચાવી છે.
ઉપરાંત ટીબીનું નિદાન, એક્સ-રે, બોયોપ્સી, સીબીનાટ, સોનોગ્રાફી, સીટીસ્કેન, મોન્ટુક ટેસ્ટ વિગેરેથી પણ થાય છે.
સરકાર દ્વારા પોષણ સહાય
ટીબી ના દર્દીને દર મહિનાના ૫૦૦/- રૂપિયા આપવામાં આવે છે.
- ૬ માસની દવા હોય તો એક માસના ૫૦૦/- રૂપિયા લેખે ૩,૦૦૦/-.
- ૨૪ માસની દવા હોય તો એક માસના ૫૦૦/- રૂપિયા લેખે ૧૨,૦૦૦/-.
- ૨૭ માસની દવા હોય તો એક માસના ૫૦૦/- રૂપિયા લેખે ૧૩,૫૦૦/-.
આપની પાસે અપેક્ષા
- દર્દીને દવાનો કોર્ષ પૂરો કરવાના ફાયદા સમજાવો.
- દર્દીને દવાનો નજર સમક્ષ રોજેરોજ દવા લેવાના ફાયદા સમજાવો.
- દર્દી દવા અધૂરી છોડે તુરંત ફરીથી સારવાર ચાલુ કરાવવા મદદરૂપ થવું.
- દર્દીને સરકાર દ્વારા આપવામાં આવતી પોષણ સહાયની માહિતી આપો અને તેના
મેળવવા માટે જરૂરી આધાર અને બેન્ક ડિટેઇલ મેળવો.
- દર્દીને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય મેળવવા માટે મદદરૂપ થવું.
- દર્દીના ઘરના તમામ સભ્યોની તપાસ કરાવવા માટે સમજાવો અને ૫ વર્ષથી નાના
તમામ બાળકોને રોગ અટકાયતી સારવાર લેવડાવવા માટે સમજાવો.
- ગામમાં કોઈ પણ વ્યક્તિને ટીબીના લક્ષણો જણાય તો તેવી વ્યક્તિને સરકારી
દવાખાનામાં નિદાન અને સારવાર માટે તુરંત મોકલો.
- દર્દીને ખાંસી ખાતી વખતે મોં પર રૂમાલ કે કપડું રાખવા સમજાવો.





No comments:
Post a Comment