Monday, 17 July 2023

નોવેલ કોરોના વાયરસ

નોવેલ કોરોના વાયરસ
નોવેલ કોરોના વાયરસ ૨૦૧૯-(nCoV) એ ચીનના વુહાન અને હુવેઈ પ્રાંતમાં પ્રથમ વખત જોવા મળેલ નવો વાયરસ છે. તે આ પહેલા જોવા મળેલ ન હોવાથી તેનું નામ નોવેલ આપવામાં આવ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ નોવેલ કોરોના વાયરસને “પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઇન્ટરનેશનલ કન્સર્ન” જાહેર કરેલ છે.
ચીનમાં આ રોગનો ચેપ ચેપી સી-ફૂડ ખાવાના કારણે થતો હોવાનું મનાય છે.
નોવેલ કોરોના વાયરસના લક્ષણો 
અચાનક તાવ આવવો
ખાંસી આવવી
શ્વાસ લેવામાં તકલીફ
માથાનો દુખાવો
વાયરસનો ફેલાવો
-વાયરસનો ફેલાવો ચેપી વ્યકિત કે વસ્તુના સંસર્ગમાં આવવાથી થાય છે.

નોવેલ કોરોના વાયરસથી બચવાના ઉપાયો
-બિનજરૂરી અસરગ્રસ્ત અન્ય દેશોની મુસાફરી ટાળવી જોઈએ.
-વારંવાર સાબુથી હાથ ધોવા.
-હસ્તધૂનનના બદલે નમસ્કારથી અભિવાદન કરવું.
-ઉધરસ કે છીંક ખાતી વખતે મો અને નાક રૂમાલ વડે ઢાંકવું જોઈએ.
-વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી.
-ભીડભાડ વાળી જગ્યાએ ન જવું. 
-જો આપને કોઈ બિમારી જણાય તો તાત્કાલિક સારવાર લેવી.

શું ના કરવું 
-ભીડભાડ વાળી જગ્યાએ ન જવું.
-ગમે ત્યાં થૂંકવું નહિ.
-ખાંસી કે છીંક ખુલ્‍લી હથેળીઓમાં ખાવી નહીં પરંતુ  મો અને નાક 
  રૂમાલ વડે ઢાંકવું જોઈએ