ડેંગ્યુ રોગ શું છે ?
ભવિષ્ય માટે વિચારો ડેંગ્યુ ભગાવો
“ Invest in future, Defeat Dengue”
• ડેંગ્યુ આર્બો વાઈરસથી થતો અને એડીસ મચ્છરોથી ફેલાતો તાવ છે.
• ડેંગ્યુ વાઈરસના ચાર પ્રકાર જોવા મળે છે.
•જે
તમામ ડેંગ્યુ તાવ માટે કારણભૂત બની શકે.
ડેંગ્યુ રોગનો ફેલોવો કઈ રીતે થાય છે ?
•ડેન્ગ્યુના વાઈરસથી
ચેપી બનેલા મચ્છર નીરોગી વ્યક્તિને કરડે ત્યારે શરીરમાં તેની વૃદ્ધિ થાય છે અને
લોહીમાં તેનું પરીભ્રમણ થાય છે.
• જ્યારે લોહીમાં વાઈરસ પરીભ્રમણ કરતું હોય ત્યારે મચ્છર કરડે તો
તે ચેપી બને છે અને અન્ય વ્યક્તિને ચેપ લગાડવામાં સક્ષમ બને છે.
એડિસ ઇજીપ્તી મચ્છના ઉત્પતી સ્થાનો ?
• ઘર કે ઘરની બહાર જયાં પણ સંચીત પાણી હોય ત્યા જેમ કે કુલર, ફ્રિઝની બહારની
ટ્રે, ફુલદાની, સીમેન્ટ કે સીન્ટેકસની ખુલ્લી ટાંકીઓ, કોઠીઓ, પીપ, માટલુ વિગેરે.
ડેંગ્યુ તાવના લક્ષણો.
• તાવ, માથુ દુઃખવું, ઉબકા, ઉલટી થવી, આંખના પાછળના ભાગમાં સખત દુઃખાવો, શરીરમાં લાલ ચકામા (રેસસ) થવા, શરીરના અંદરના અવયવોમાં રક્ત સ્રાવ, બેભાન થવું. (ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ)
ડેંગ્યુની સારવાર
• ડેન્ગ્યુ માટે કોઈ ચોક્કસ સારવાર નથી.
• ડેન્ગ્યુના શંકાસ્પદ અથવા કન્ફર્મ કેસને તાવ માટે પેરાસીટામોલ
અને વધારે પ્રમાણમાં પ્રવાહી આપી શકાય અને તાવ ઉતર્યા બાદ પણ દર્દીને સખત નિરીક્ષણ
હેઠળ રાખવું.
એડિસ ઇજીપ્તી મચ્છના ઉત્પતી સ્થાનો
ડેગ્યુ હેમરેજિક તાવ અને શૉક સીન્ડ્રોમના ચિહ્નો અને લક્ષણો
- ડેંગ્યુ તાવ જેવા જ લક્ષણો
- જઠરમાં સતત, તીવ્ર દુખાવો
- ચામડી ફીક્કી, ઠંડી અથવા ચીકણી.
- નાક, મુખ, અવાળા અને ચામડીના ફોડકીઓમાંથી લોહી નીકળે
- લોહી સાથે અથવા તેના વગર ઉલ્ટી
- વધારે ઉંઘ આવે અને વ્યાકુળતા
- દર્દીને તરસ લાગે અને મોઢું સૂકું થાય
- ઝડપી, નબળી નાડી
- શ્વાસ લેવામાં મુશ્કેલી
ડેંગ્યુ/ડેંગ્યુ હેમરેજિક તાવ
- બચાવ સારવાર કરતાં બહેતર છે.
- ડેંગ્યુ\ડીએચએફની સારવાર માટે કોઈ દવા કે રસી ઉપલબ્ધ નથી.
- વેળાસર નિદાન અને યોગ્ય કેસ સંચાલન તથા લક્ષણના આધારે સારવારથી મૃત્યુદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાય.
રોગવાહક અંકુશ પગલાં
1.વ્યક્તિગત બચાવ માટેના પગલાં
- મચ્છર પ્રતિરોધક ક્રીમ, પ્રવાહી, કોઇલ્સ, મેટ્સ, વગરે.
- લાંબી બાંયના શર્ટ અને મોજા સાથેના પેન્ટ પહેરવા.
- ઉંઘતા નવજાત શિશુઓ અને બાળકો માટે દિવસ દરમિયાન મચ્છરના દંશથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો
2.જૈવિક અંકુશ
- સુશોભન હેતુ માટેની ટાંકીઓ, ફુવારા, વગેરેમાં લાર્વિવોરસ માછલીઓનો ઉપયોગ કરો.
- બાયોસાઇડ્સનો ઉપયોગ કરો
3.રાસાયણિક અંકુશ
- જ્યાં મોટા પાયે પ્રજનન થતું હોય તેવા કન્ટેનર્સમાં અબેટ જેવા રસાયણિક ડિંભનાશકોનો ઉપયોગ કરો.
- દિવસ દરમિયાન એરોસોલ સ્પેસ સ્પ્રે
4.પર્યાવરણીય સંચાલન અને સ્રોત અંકુશ પદ્ધતિઓ
- મચ્છર પ્રજનન સ્રોતોની જાણકારી અને નાબૂદી. મકાનોના છાપરાં, વરંડા અને છાંયડાવાળી જગ્યાઓની જાળવણી.
- સંઘરેલા પાણીને યોગ્ય રીતે ઢાંકવું
- સાપ્તાહિક ધોરણે સૂકા દિવસની ઉજવણી
5.આરોગ્ય શિક્ષણ
- ટીવી, રેડીયો, સિનેમા સ્લાઇડ, વગેરે વિવિધ માધ્યમો દ્વારા રોગ અને રોગવાહક જંતુઓ અંગે સામાન્ય જનતાને જ્ઞાન આપવું
6.સમુદાયની હિસ્સેદારી
- એડીસના પ્રજનન સ્થળોની જાણકારી અને તેમની નાબૂદી માટે સમુદાયને સંવેદનશીલ કરવો અને સામેલ કરવો
ડેંગ્યુ કેસનું સંચાલન
- શંકાસ્પદ ડેંગ્યુ તાવનો વેળાસર અહેવાલ
- ડેંગ્યુ તાવનું સંચાલન લક્ષણ પ્રમાણે અને ટેકારૂપ છે.
- ડેંગ્યુ શોક સીન્ડ્રોમમાં નીચેની સારવારની ભલામણ કરવામાં આવે છે:
- પ્લાસ્મા ક્ષતિ ભરપાઈ કરવી
- ઇલેક્ટ્રોલાઇટ અને ચયાપચયના વિક્ષેપો સુધારવા
- લોહી બદલવું
શું કરવું, શું ના કરવું
- કુલરો તથા નાના કન્ટેનરોમાં સપ્તાહમાં ઓછામાં ઓછુ એકવાર પાણી બદલો.
- દિવસે મચ્છરોના દંશથી બચવા એરોસોલનો ઉપયોગ કરો.
- હાથ-પગ બહાર રહે તેવા કપડાં ના પહેરો.
- બાળકોને પણ તેમના હાથ-પગ ઢંકાય તેવા કપડાં પહેરાવો
- દિવસે સૂતી વખતે મચ્છરદાની અથવા મોસ્કીટો રીપેલન્ટ વાપરો.

No comments:
Post a Comment